UPના સૌથી મોટા ગેંગસ્ટર અતીક અહમદની લોહિયાળ સત્યકથા:કાલથી જુઓ 55 એપિસોડની થ્રિલિંગ વીડિયો સિરીઝ ‘અતીક ચકિયા’, દરરોજ 3 નવા એપિસોડ
According to a report by Divya Bhaskar… અતીક અહમદઃ એક નામ જેણે દાયકાઓ સુધી ઉત્તર પ્રદેશને બાનમાં રાખ્યું ઉત્તર પ્રદેશના રાજકારણ અને અપરાધકારણની દુનિયામાં અતીક અહમદનું નામ લાંબા સમય સુધી આતંક અને અંધાધૂંધીનો પર્યાય રહ્યું હતું. ત્યારના અલ્લાહાબાદ અને અત્યારના પ્રયાગરાજના ‘ચકિયા’ ગામની ગલીઓથી લઇને ઉત્તર પ્રદેશની વિધાનસભા અને છેક સંસદ સુધી પહોંચેલા આ ગેંગસ્ટરે તમામ પ્રકારના ગુના આચર્યા હતા. હત્યા, લૂંટફાટ, ખંડણી, કિડનેપિંગથી લઇને બળાત્કાર સુધી એકેય ગુના બાકી નહોતા રહ્યા. જેવો દિલધડક આ ગેંગસ્ટરનો ઉદય છે, તેટલો જ શૉકિંગ તેનો અંત હતો, જ્યારે પોલીસ કસ્ટડીમાં મીડિયાને બાઇટ આપતી વખતે, નેશનલ ટેલિવિઝનના કેમેરાઓની સામે તેની હત્યા કરી દેવાઈ. દેશભરના કરોડો લોકોએ આ ગેંગસ્ટરની હત્યા લાઇવ જોઈ! રાજકારણમાં જ્યારે ગુનાખોરી ભળે અને બંને ને અલગ તારવવા મુશ્કેલ થઈ જાય ત્યારે કેવું ઘાતક પરિણામ આવે, તેની રોમાંચક સત્યકથા અમે 55 એપિસોડની વીડિયો સિરીઝ સ્વરૂપે લઇને આવી રહ્યા છીએ. આવતીકાલથી શરૂ થઈ રહેલી 55 એપિસોડની આ સિરીઝનું નામ છે ‘અતીક ચકિયા’. ‘અતીક ચકિયા’ સિરીઝમાં આવતીકાલે 26 સપ્ટેમ્બર ને શનિવારે પહેલા 5 એપિસોડ એકસાથે રિલીઝ થશે, ત્યારબાદ દરરોજ ત્રણ-ત્રણ નવા દિલધડક એપિસોડ્સ રિલીઝ થશે. આ સિરીઝ દિવ્ય ભાસ્કર એપ પર પબ્લિશ થશે. તેના એકેય એપિસોડ ચૂકી ન જાઓ તે માટે દિવ્ય ભાસ્કર એપનાં નોટિફિકેશન ઑન રાખશો. તો તૈયાર થઈ જાઓ, દિવ્ય ભાસ્કર પર આવી રહ્યો છે ‘અતીક ચકિયા’. complete report is on link below. Source: https://www.divyabhaskar.co.in/dvb-original/news/atiq-ahmed-chakia-gangster-video-series-up-crime-story-139132055.html
