World Media Roundup

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલ બોલ્યા- મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ દેશદ્રોહી; કોકરોચ પાર્ટીએ 48 કલાકમાં રાજીનામું માંગ્યું; ટ્રમ્પ-જિનપિંગ મુલાકાત, મીડિયાએ બોયકોટ કર્યો

Thanks: Divya Bhaskar – India | 2026-09-24 23:30

According to a report by Divya Bhaskar… નમસ્તે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી. બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટીએ SIRના મુદ્દા પર જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગ્યું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે ચીનના રાષ્ટ્રપતિ અમેરિકા પ્રવાસે છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર આજે દેશભરમાં ગણપતિ વિસર્જન કરવામાં આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલે કહ્યું- મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશે મતચોરી કરી:મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, સરકારે તેમને કાયદાથી ઉપર રાખ્યા
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ, SIR અને મતદાર યાદી સાથે જોડાયેલા વિવાદો પર ગુરુવારે 55 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે મત ચોરીના મામલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દેશદ્રોહી કહ્યા. રાહુલે કહ્યું, જ્ઞાનેશે મત ચોરી કરી છે. મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, પરંતુ સરકારે તેમને કાયદાથી ઉપર કરી દીધા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. કોકરોચ પાર્ટીનું અલ્ટીમેટમ- મુખ્ય ચૂંટણી કમિશનર 48 કલાકમાં રાજીનામું આપે:નહીં તો દેશભરમાં આંદોલન કરીશું; તેઓ દેશદ્રોહી, SIRમાં 13 કરોડ નામ કાપી નાખ્યાં
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 48 કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું. પાર્ટીએ કહ્યું કે જો તેમણે રાજીનામું નહીં આપ્યું તો દેશભરમાં આંદોલન કરવામાં આવશે અને ત્યારબાદ દિલ્હીમાં પ્રદર્શન કરવામાં આવશે. CJPના સ્થાપક અભિજીત દીપકેએ દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- જ્ઞાનેશ કુમાર આ દેશના સૌથી મોટા ગદ્દાર છે. તેમણે SIR દ્વારા દેશમાં 13 કરોડથી વધુ મત ડિલીટ કર્યા છે. લોકો પાસેથી મત આપવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ટ્રમ્પ-જિનપિંગની મુલાકાત અમેરિકન મીડિયાએ બોયકોટ કરી:વ્હાઇટ હાઉસમાં જિનપિંગ બોલ્યા- અમેરિકા અને ચીન ટકરાવથી બચે; ટ્રમ્પે કહ્યું- અમે સાચા મિત્રો છીએ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વ્હાઇટ હાઉસ પહોંચી ગયા છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ ગઈ છે. તેમાં AIનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ છે. જિનપિંગે AI અંગે કહ્યું કે તેનું નિયંત્રણ હંમેશા માનવીઓના હાથમાં રહેવું જોઈએ. આ પહેલાં જિનપિંગે અમેરિકા અને ચીન વચ્ચેના ટકરાવથી બચવાની અપીલ કરી હતી. બીજી તરફ, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ચીન મિત્રો છે. તેમના હિતો એકબીજા સાથે જોડાયેલા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. શેરબજારમાં કડાકો, રોકાણકારોના એક જ દિવસમાં 4 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ 1248 અને નિફ્ટી 384 પોઈન્ટ તૂટ્યા, આ 3 કારણોથી સ્ટોક માર્કેટમાં ઘટાડો
શેરબજારમાં આજે એટલે કે 24 સપ્ટેમ્બરે ઘટાડો રહ્યો. સેન્સેક્સ 1248 પોઈન્ટ અથવા 1.67% ઘટીને 73,581 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 384 પોઈન્ટ અથવા 1.64%નો ઘટાડો નોંધાયો. તે 23,063 પર આવી ગયો. બેન્કિંગ, મેટલ અને ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું:ઓડિશામાં ભારે વરસાદથી અનેક પુલ તણાયા, 5000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા; બંગાળમાં પણ એલર્ટ
બંગાળની ખાડીમાંથી સર્જાયેલું અર્નબ ચક્રવાત ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મોડી રાત્રે 11થી 1 વાગ્યાની વચ્ચે ટકરાયું. તેના કારણે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં આશરે 5 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ જિલ્લાઓમાં 4થી વધુ પુલ તણાયા અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલિંગપટ્ટનમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. વિજયવાડામાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. શહેરની અનેક શાળાઓમાં સતત બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6.સિંહ બાદ હવે દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત:જૂનાગઢમાં ફળિયામાં રમતી 5 વર્ષની પ્રિશાને ખેતરમાં લઈ ગયો, 2 કલાકે મૃતદેહ મળ્યો; રડી રડીને પરિવાર બેહાલ
જૂનાગઢ જિલ્લામાં સિંહ બાદ હવે દીપડાના આતંકથી ફફડાટ ફેલાયો છે. ​મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત થયું હતું. થોભણભાઈ કોરાટની વાડીમાં ભાગીયા તરીકે રહી ખેતીકામ કરતા પરિવારની પાંચ વર્ષની બાળકી પ્રિશા 23 સપ્ટેમ્બરે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ફળિયામાં રમી રહી હતી ત્યારે અચાનક દીપડો ત્રાટક્યો હતો અને તેને ઉઠાવી ખેતર તરફ લઈ ગયો હતો. જે ઘટના CCTVમાં કેદ થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા ડોક્ટરનો આપઘાત:ધારદાર વસ્તુથી હાથની નસ કાપી, એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
સુરત નવી સિવિલની મેડિકલ કોલેજમાં દોઢ મહિનામાં બીજા ડોક્ટરે આત્મહત્યા કરી છે. એનાટોમી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ આપઘાત કરી લીધો છે. આજે (24 સપ્ટેમ્બર) બપોરના સમયે ડિસેક્શન હોલમાં જ પોતાના ડાબા હાથે ત્રણ કટ મારી અને પગની નસો કાપીને જીવન ટૂંકાવ્યું હતું. જે ડિસેક્શન હોલમાં મૃતદેહોનું પરીક્ષણ કરી સ્ટુડન્ટ તબીબી જ્ઞાન મેળવતા હોય છે, ત્યાં જ આ ઘટના બનતા સિવિલ કેમ્પસમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ગત 9 ઓગસ્ટે રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ‘મારો હાથ છોડો, મને જવા દો…’:જમુઈ પછી સમસ્તીપુરમાં યુવતીની જાહેરમાં છેડતી, લોકો તમાશો જોતા રહ્યા; 5 દિવસમાં બીજો કેસ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ ગાઝામાં 2 બોરી લોટના બદલામાં દીકરીના લગ્ન:UN અહેવાલ- બળાત્કાર પીડિતાઓના આરોપીઓ સાથે લગ્ન, બાળલગ્નોમાં 123% વધારો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું:PMએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાયની કરી જાહેરાત, યમુના એક્સપ્રેસ-વે પર દુર્ઘટના; 35 મુસાફરો સવાર હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં 10 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી:કહ્યું- ડ્રોન હુમલાઓનો જવાબ આપ્યો, તાલિબાને પહેલા ચોકીઓ પર ગોળીબાર કર્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ અનુષ્કા શર્માનો મોસ્ટ-ફોલોવ્ડ એથ્લેટ પાર્ટનર્સમાં સમાવેશ:દુનિયાની ટોપ-5માં એકમાત્ર ભારતીય; લિસ્ટમાં કિમ કાર્દાશિયન અને ટેલર સ્વિફ્ટ જેવા સેલિબ્રિટીઝનાં નામ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ 2 ઓક્ટોબરે UPIથી પેમેન્ટ નહીં કરી શકો:દેશભરમાં વેપારીઓ QR કોડને કાળા કપડાથી ઢાંકશે; ₹2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર ચાર્જનો વિરોધ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ મહાભારતના લેખક બનવા ગણેશજીએ શરત મૂકી:મહર્ષિ વેદવ્યાસે ઉપાય શોધ્યો; જાણો સફળતા માટે એકાગ્રતા અને સમજ કેમ જરૂરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ એક ઘેટાની કિંમત ₹8 કરોડ કિર્ગિસ્તાનમાં અરાશાન જાતિનું એક ઘેટું 10 લાખ ડોલર એટલે કે આશરે 8 કરોડ રૂપિયામાં વેચાયું. 200 કિલોથી વધુ વજન ધરાવતી આ જાતિને માંસ અને ચરબી માટે પાળવામાં આવે છે. તેને ખરીદવા માટે પાંચ દેશોમાંથી લોકો આવ્યા હતા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. અમેરિકાને ચીનની ગરજ કેમ છે?:11 વર્ષ પછી જિનપિંગ ન્યૂયોર્ક પહોંચતાં જ ટ્રમ્પની બકરી ડબ્બે પુરાઇ, તાઈવાન-ઈરાન મુદ્દે પેચ ફસાયો, પાંચ કારણથી સુપર પાવર સંકટમાં 2. ગિનીસ બુકનું સર્ટિફિકેટ મળ્યું, કાર્યક્રમ પત્યો એટલે ગરજ પૂરી:બે મહિના પછી પણ થેલીઓમાં છોડનો ઢગલો; ટ્રીગાર્ડ-પાણીના ઠેકાણા નહીં; માના નામના અભિયાનમાં લાલિયાવાડી 3. ‘સરકારે મારી ચાણક્ય સિરિયલ અટકાવેલી, લોકોને ગાતાં બંધ કરેલા’:મનોજ જોશીનો સ્ફોટક ઇન્ટરવ્યૂ, ‘બીજાના મોં પર મારવું અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી’ 4. જેલ પરત ફરતા પહેલાં ‘રૂબરૂ નાઇટ’માં નાચ્યો રામ રહીમ:સવારે બળાત્કારના દોષિતનું સત્સંગ, રાત્રે લગભગ 1 લાખ લોકો ભેગા થયા, પોલીસ ગાયબ 5. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પ જિનપિંગને લેવા પ્રોટોકોલ તોડી એરપોર્ટ પહોંચ્યા, 3 દિવસ સુધી વિશેષ કાર્યક્રમ; જાણો ચીનને ખુશ કરવામાં કેમ વ્યસ્ત છે અમેરિકા 6. કૌશિકભાઇની બાવાહિન્દીમાં ફટકાબાજી:મોદીના મંત્રીએ ભેરવી દીધા, મેડમ મારતે ઘોડે ઓફિસ પહોંચ્યાં, 27માંથી એકેય નેતા ના ફરકતા જોયા જેવી થઇ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:અનંત ચતુર્દશીએ વૃશ્ચિક અને મીન રાશિને ધનલાભના યોગ, મકર રાશિએ ભાગીદારીના ધંધામાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો ન લેવા (સંપૂર્ણ સમાચાર વાંચો) complete report is on link below. Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/news/divya-bhaskar-morning-news-brief-rahul-gandhi-press-conference-cjp-accuses-election-commission-139136526.html

Leave a Reply